Today news live: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 30 અને 31 ઓક્ટોબરના રોજ બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. વડાપ્રધાન મોદી ડીસા એરપોર્ટ ઉતર્યા હતા. જ્યાં તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ ભીલડીમાં રોડ શો કરીને લોકોના અભિવાદન ઝીલ્યા હતા. રોડ શો બાદ તેઓ BBBRC સેન્ટર પહોંચ્યાં છે. પીએમ મોદીએ BBBRC સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું.