Sweets Buying Guide : દિવાળી તહેવાર નજીક આવતા બજારોમાં રોનક વધી રહી છે. તહેવારો દરમિયાન બજારમાં મીઠાઈ, માવા, પનીર અને ઘીની માંગ વધે છે. આ દરમિયાન ભેળસેળના સમાચાર પણ સામે આવવા લાગે છે. તાજેતરમાં જ દિલ્હીના ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે 900 કિલોથી વધુ મીઠાઈઓ, માવો અને અન્ય ખાદ્ય ચીજોનો નાશ કર્યો હતો.