હવામાન વિભાગના તાજેતરના અપડેટ મુજબ દેશનાં 12 રાજ્યોમાં ભારે વરસાદ, કરા પડવા અને વાવાઝોડા સાથે ભારે પવન ફૂંકાવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ રાજ્યોમાં દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળનો પણ સમાવેશ થાય છે. અર્નબ વાવાઝોડું અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દિલ્હી-NCRમાં ગુરુવારથી જ વરસાદ ચાલુ છે. દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ ગુરુવારે સાંજથી શરૂ થયેલો વરસાદ શુક્રવાર (30 ઑક્ટોબર)ની સવાર સુધી ચાલુ રહ્યો હતો.