PM Modi Gujarat Visit: પીએમ મોદી 30 અને 31 ઓક્ટોબર એમ 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે. આજે બનાસકાંઠામાં ખાટલા સભાને સંબોધતા તેમણે વિપક્ષ પર પણ કેટલાક પ્રહાર કર્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠામાં 14 હજાર કરોડ રૂપિયાથી વધુનાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ દરમિયાન તેમણે જનતા સાથે જાહેર જીવનનાં 25 વર્ષ પૂર્ણ થવાનો ઉલ્લેખ કર્યો હતો.