Most Wickets in T20I: રાશિદ ખાને T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં નવો ઇતિહાસ લખી દીધો છે. તેમણે T20 ક્રિકેટમાં 200 વિકેટ પૂરી કરી લીધી છે. તે આ ફોર્મેટમાં 200 વિકેટ પૂરી કરનાર દુનિયાનો પ્રથમ બોલર બની ગયો છે. તેમણે આ સિદ્ધિ ઝિમ્બાબ્વે સામેની બીજી T20 મેચમાં હાંસલ કરી. અફઘાનિસ્તાને બીજી T20 મેચમાં ઝિમ્બાબ્વેને 19 રનથી હરાવી દીધું. આ દરમિયાન રાશિદને 200 વિકેટ પૂરી કરવા માટે માત્ર એક વિકેટની જરૂર હતી.