PM modi Gujarat Visit: પીએમ મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે આ દરમિયાન તેઓ અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે અને કેટલાક વિકાસ કાર્ય માટે નીંવની ઇંટ મૂકશે. બનાસકાંઠામાં ખાટલા સભાને સંબોધિત કરતા તેમણે કહ્યું કે અમારી સરકાર ખેડૂતોને સમર્પિત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠામાં જનસભાને સંબોધતા કહ્યું કે, આજે બનાસકાંઠાએ વટ પાડી દીધો છે. અત્યાર સુધીમાં પ્રથમવાર બનાસકાંઠામાં ખાટલા બેઠક યોજાવા જઈ રહી છે.