Uma Kashvi : ઉમા કાશ્વીની ક્રિકેટર બનવાની સફર માત્ર સાત વર્ષની ઉંમરે શરુ થઈ હતી. તેમના કાકા સાંઈ સત્ય વિજયે અહીં સુધી પહોંચાડવામાં કોઇ કસર છોડી ન હતી. તે દરરોજ તેને 30 ઓવરની સાઇડઆર્મ બોલિંગ કરતા હતા અને તેની ભત્રીજીની ક્રિકેટ કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પોતાની ફૂલ ટાઇમ આઇટી નોકરી પણ છોડી દીધી હતી.