KarwaChauth Moon Tracker : કરવા ચોથએ એક એવો દિવસ છે જ્યારે મહિલાઓ ચંદ્રની રાહ જુએ છે. પરંતુ જો હવામાન ખરાબ છે અને વાદળછાયા આકાશને કારણે ચંદ્ર દેખાતો નથી તો ચિંતા કરવાની જરૂર નથી. તમારા સ્માર્ટફોનની મદદથી તમે ચંદ્રની દિશા અને તેના નીકળવાનો સમય શોધી શકો છો. આ માટે SkyView, Star Walk 2 અને My Moon Phase જેવી એપ્સની મદદ લઈ શકાય છે.