Chalo Dilli Ramlila March : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે દેશભરના વિદ્યાર્થીઓને ઇન્ડિયા ગઠબંધનના વિરોધ પ્રદર્શનમાં જોડાવાની અપીલ કરી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવાની માંગ સાથે આ પ્રદર્શન કરવામાં આવશે. રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓને કહ્યું કે તે પોલીસ અને લાઠીઓથી ડરે નહીં. તેમણે દાવો કર્યો હતો કે ભાજપમાં આવી કાર્યવાહી કરવાની હિંમત નહીં હોય.