IPL 2027 : મુંબઈ ઈન્ડિયન્સની ફ્રેન્ચાઈઝીએ તેની ટીમમાં ઘણા મોટા ફેરફારો કર્યા છે. આઇપીએલ 2027માં ટીમને હવે ત્રણ દિગ્ગજોની સેવાઓ નહીં મળે. લસિથ મલિંગા સહિત સપોર્ટ સ્ટાફના ત્રણ સભ્યોની ફ્રેન્ચાઈઝીમાંથી વિદાય થઇ ગઇ છે. ફ્રેન્ચાઇઝીએ પોતાના સોશિયલ મિડિયા હેન્ડલ પર આ માહિતી આપી હતી. મલિંગા સિવાય પારસ મ્હાબ્રે અને કાર્લ હોપકિન્સનને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.