Gut Health: પ્રોટીન એ શરીર માટે જરૂરી એક મહત્વપૂર્ણ પોષક તત્વ છે જે એમિનો એસિડથી બનેલું છે. તેને શરીરનું બિલ્ડિંગ બ્લોક પણ કહેવામાં આવે છે કારણ કે તે સ્નાયુઓ, હાડકાં, ત્વચા અને વાળના નિર્માણ અને સમારકામ કરવામાં મદદ કરે છે. આહારમાં પ્રોટીનનું સેવન સ્નાયુઓને મજબૂત બનાવે છે અને વર્કઆઉટ પછી સ્નાયુઓને પણ સુધારે છે.