ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક મકાનની જમીન નીચે ત્રણ વાદળી ડ્રમમાં દટાયેલા પાંચ કરોડ રોકડા રુપિયા મળી આવ્યા છે. આ ઘટના નવાબગંજના બરઇપુર રામનગર ગામમાં બની હતી, જ્યાં ત્રણ ડ્રમમાં 500-500 નોટોના બંડલનો જથ્થો મળી આવ્યો હતો. પ્રારંભિક ગણતરીમાં રોકડ 5 કરોડથી વધુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જ્યારે ગામમાં ચર્ચા 60 કરોડ રુપિયા સુધીની છે. બાતમીદારની બાતમીના આધારે ગંગાનગરના ડીસીપી સોનમ કુમાર અને એડીસીપી સહિતની ટીમે બુધવારે સાંજે દરોડા પાડ્યા હતા.