Dubai luxury Property: ભારતીય નાગરિક દુબઈમાં સરળતાથી ફ્રીહોલ્ડ પ્રોપર્ટી ખરીદી શકે છે, જેના માટે કિંમત લગભગ 1.15 કરોડ રૂપિયાથી શરૂ થાય છે. વધુ રોકાણ પર 10 વર્ષનો ગોલ્ડન વીઝા પણ મળી જાય છે. દુબઈના રિયલ એસ્ટેટ બજારની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીં ભારતીય નાગરિક કોઈ સ્થાનિક નાગરિકતા કે દેશના વિશેષ રેસિડન્સી વીઝા વગર સરળતાથી ફ્રીહોલ્ડ પ્રોપર્ટી ખરીદી શકે છે.