ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન, મહિલા કર્મચારીઓ બાળકો સાથે હડતાળમાં જોડાઈ; પડતર માગણીઓનો ઉકેલ ન આવે ત્યાં સુધી આંદોલન યથાવત રાખવા વનકર્મીઓનો નિર્ધાર. Gandhinagar: રાજ્યભરમાં ફરજ બજાવતા વન રક્ષક અને વનપાલ કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓના અવાજને બુલંદ કરવા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને પ્રશ્નો નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ફરજ પર હાજર ન થઈ અચોક્કસ મુદ્દતની હડતાલનું એલાન કર્યું હતું.