ગુજરાતમાં બપોરે ગરમી અને રાત્રીના ઠંડીની બેવડી ઋતુ વચ્ચે આજથી ત્રણ દિવસ સુધી હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જમ્મુ અને રાજસ્થાન પર સક્રિય થયેલી વાતાવરણની બે સિસ્ટમની અસરના ભાગરૂપે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવા વરસાદનું અનુમાન વ્યકત કરાયું છે. આ તરફ બપોરે આકરી ગરમીના પ્રકોપ વચ્ચે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં એક જ દિવસમાં મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી સુધીનો ઘટાડો થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.