Russia Ukraine War: રશિયાએ યુક્રેનના નીપ્રો શહેરમાં મોટો ડ્રોન એટેક કર્યો છે, જેમાં 13 લોકોના મોત થયા છે, જ્યારે 5 થી વધુ લોકો ઘાયલ છે. આ હુમલા પછી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું કે નીપ્રોના રેલવે સ્ટેશન પર રશિયાનો એક ભયાનક હુમલો. રશિયનોએ એ પ્લેટફોર્મ પર ડ્રોનથી હુમલો કર્યો, જ્યાં એક સામાન્ય લોકલ ટ્રેન અને એક નિયમિત પેસેન્જર ટ્રેન ઊભી હતી.