રાજ્યમાં અચાનક હવામાનમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગે આગામી 2 કલાકમાં રાજ્યના 14 જિલ્લામાં હળવા વરસાદની આગાહી સાથે નાઉકાસ્ટ જાહેર કર્યું છે. અમદાવાદ : રાજ્યમાં અચાનક હવામાનમાં પલટો આવ્યો છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પંચમહાલ, નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે. બીજી તરફ, સાબરકાંઠા અને મહીસાગર જિલ્લામાં વાદળછાયા વાતાવરણને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ગાંધીનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ નોંધાયો છે.