Bihar MLC Election Result 2026 : બિહાર વિધાન પરિષદની આઠ બેઠકોના ચૂંટણી પરિણામો આવી ગયા છે. આ પરિણામો રાજ્યની બદલાતી રાજકીય પરિસ્થિતિને પ્રતિબિંબિત કરે છે. આઠ બેઠકોમાં ચાર સ્નાતક અને ચાર શિક્ષક મત વિસ્તારનો સમાવેશ થાય છે. પરિણામોની અસર શાસક એનડીએ અને વિપક્ષ બંનેના રાજકારણ પર પડી શકે છે. વિધાન પરિષદની આ ચૂંટણીમાં NDAએ પોતાની બેઠકો ત્રણથી વધારીને ચાર કરી દીધી હતી.