Smart Tips For Diwali Shopping : દિવાળી એટલે રોશની, ખુશીઓ અને ઉત્સાહનો તહેવાર. આ પવિત્ર અવસર પર દરેક ઘર ખરીદીથી ધમધમી ઉઠે છે. નવા કપડાં, ઇલેક્ટ્રોનિક્સ, ઘરની સજાવટની વસ્તુઓ અને ફરસાણ અને ગિફ્ટ્સની ખરીદી કરવામાં ઘણીવાર આપણું બજેટ ખોરવાઈ જતું હોય છે. પરંતુ જો થોડું આયોજનપૂર્વક કામ કરવામાં આવે, તો આપણે તહેવારની ભરપૂર મજા પણ માણી શકીએ છીએ અને ખર્ચ પર કાબૂ પણ રાખી શકીએ છીએ.