Google DeepMind Genie 4: તમે માત્ર લખાણ આપો અને તમારી સામે 3ડી દુનિયા રચાય તો કેવી મજા પડી જાય. કૃત્રિમ બુદ્ધિ (AI) ક્ષેત્રે ગૂગલે એક મોટું પગલું ભરતાં તેનું અદ્યતન વર્લ્ડ મોડેલ Genie 4 લોન્ચ કર્યું છે. આ નવું AI મોડેલ અત્યંત આકર્ષક, ફોટોરિયાલિસ્ટિક 3D વિઝ્યુઅલ્સ અને રિયલ ટાઇમમાં ક્રિયાપ્રતિક્રિયા કરી શકાય તેવું વર્ચ્યુઅલ વાતાવરણ સર્જવા માટે સક્ષમ છે.