જુલાઈ મહિનો શરૂ થતાં જ ગુજરાતમાં ઠેર-ઠેર વરસાદ જામ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ પડ્યો છે અને હજુ ત્રણ દિવસ સુધી રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે પશ્ચિમ ભારતમાં ગુજરાત સહિત કોંકણ અને ગોવામાં 3-9 જુલાઈ દરમિયાન અને ખાસ કરીને સૌરાષ્ટ્ર તથા કચ્છમાં 3-6 જુલાઈ વચ્ચે અતિભારે અથવા વ્યાપક વરસાદ પડવાની સંભાવના છે.