WPL Auction 2027 : મહિલા પ્રીમિયર લીગ 2027 માટે ખેલાડીઓની હરાજી બુધવારે (28 ઓક્ટોબર) કોચ્ચીમાં થઈ હતી. હરાજીમાં કુલ 25 પ્લેયર વેચાયા હતા. ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર સોફી મોલિન્યૂ સૌથી મોંઘી ખેલાડી બની હતી, જેને યુપી વોરિયર્સે 1.10 કરોડ રૂપિયામાં ખરીદી હતી. આ વખતે પાંચ ફ્રેન્ચાઇઝીઓએ 27 સ્લોટ માટે 150 ખેલાડીઓ પર બોલી લગાવી હતી, જેમાં 123 ભારતીય ખેલાડીઓ અને 28 વિદેશી ખેલાડીઓ સામેલ હતા. હરાજીમાં યુપી વોરિયર્સે સૌથી વધુ ખેલાડીઓ ખરીદ્યા હતા.