ભાજપના નેતા નીતિન નવીને દિલ્હીના ચાંદની ચોકમાં પક્ષની ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ કૂચને લીલી ઝંડી બતાવી પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન તેમણે કોંગ્રેસ પક્ષ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીને નિશાન બનાવતા નીતિન નવીને કહ્યું કે, વિરોધ પક્ષના નેતાને બંધારણ પ્રત્યે કોઈ આદર નથી અને કોંગ્રેસ પક્ષ માત્ર રાહુલ ગાંધી તથા તેમના પરિવારના આદેશોનું જ પાલન કરે છે.