WPL Auction 2027 : ગુજરાત જાયન્ટ્સે બુધવારે કોચ્ચિનાં ગ્રાન્ડ હયાત ખાતે યોજાયેલ વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની 2027ની સિઝન માટે મિની હરાજીમાંથી 3 ખેલાડીઓને સામેલ કર્યા હતા. હરાજી દરમિયાન ગુજરાત જાયન્ટ્સે જી. કમલિની, ઓર્લા પ્રેન્ડરગાસ્ટ અને સમાઈરા રાઘવને ટીમમાં સામેલ કર્યા છે. ગુજરાત જાયન્ટ્સે જી.કમલિનીને 40 લાખ રુપિયામાં ખરીદી હતી. જ્યારે આયર્લેન્ડની ઓલરાઉન્ડર ઓર્લા પ્રેન્ડરગાસ્ટને 30 લાખમાં અને 16 વર્ષીય સમાઈરા રાઘવને 10 લાખ રુપિયામાં ખરીદી હતી.