માંડવી વિસ્તારની દલા પટેલની પોળમાં 50 વર્ષીય માતાએ પોતાના જુવાન દીકરા-દીકરી સાથે સામુહિક આપઘાત કર્યો, પોલીસ અને એફએસએલ દ્વારા સઘન તપાસ શરૂ. Vadodara mass suicide case: વડોદરા શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારા અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. શહેરના માંડવી વિસ્તારમાં આવેલા દલા પટેલની પોળ (નરસિંહજીની પોળ) માં રહેતા એક જ સોની પરિવારના 3 સભ્યોએ એકસાથે ગળાફાંસો ખાઈને સામુહિક આત્મહત્યા કરી લીધી છે.