ઇઝરાયલી ચૂંટણીમાં બહુમતી ન મળતાં લિકુડ પાર્ટીએ આરબ પક્ષો પર લાંચ, હિંસા અને ગેરકાયદે સોફ્ટવેર વાપરવાનો આરોપ મૂકી તપાસની માંગ કરી. israel election news: ઇઝરાયલની તાજેતરની ચૂંટણીના પરિણામો પછી રાજકીય ગરમાવો વધી ગયો છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની લિકુડ પાર્ટી ચૂંટણીમાં સ્પષ્ટ હાર જોઈ રહી છે. આ હારને પચાવી ન શકતાં લિકુડ પાર્ટીએ આરબ પક્ષો પર ચૂંટણી ચોરી કરવાનો અને મતદારો સાથે છેતરપિંડી કરવાનો ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યો છે.