Zeeshan Siddique Mumbai NCP President: અજીત પવાર જૂથની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ મુંબઈમાં પોતાનું સંગઠન મજબૂત કરવા માટે જીશાન સિદ્દીકી પર વિશ્વાસ મૂક્યો છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને NCPનાં રાષ્ટ્રીય અધ્યક્ષ સુનેત્રા પવારે જીશાન સિદ્દીકીને પાર્ટીના મુંબઈ એકમના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. આ સાથે સોલાપુર જિલ્લા એકમના પ્રમુખ ઉમેશ પાટીલને પાર્ટીના રાષ્ટ્રીય મુખ્ય પ્રવક્તાની જવાબદારી સોંપવામાં આવી છે.