સોશિયલ મીડિયા પર ઘણીવાર એવા વિચિત્ર અને આશ્ચર્યજનક વીડિયો જોવા મળે છે જેના પર પહેલી નજરે વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે. તાજેતરમાં આવો જ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક ભેંસ ઊંચી પાણીની ટાંકીની ટોચ પર પહોંચી ગઈ છે અને ત્યાંથી આખા શહેરને નિહાળી રહી છે. લોકો આશ્ચર્યચકિત છે કે કોઈપણ પ્રકારના જોખમથી અજાણ આ ભેંસ રેલવે ટ્રેક પાસે આવેલી પાણીની ટાંકી પર કેવી રીતે પહોંચી ગઈ?