Spain Train Crash : યુરોપિયન દેશ સ્પેનમાં એક ભીષણ ટ્રેન દુર્ઘટના સામે આવી છે. રાજધાની મેડ્રિડને દક્ષિણ અંડાલુસિયા ક્ષેત્ર સાથે જોડતી લાઇન પર બે હાઇ-સ્પીડ ટ્રેનો ટકરાઈ હતી. રોઇટર્સના પ્રારંભિક અપડેટ અનુસાર, આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે. જોકે ઘણા મીડિયા રિપોર્ટ્સમાં મૃતકોની સંખ્યા 39 બતાવવામાં આવી રહી છે. સ્પેનિશ મીડિયાના અહેવાલો અનુસાર આ અકસ્માત બુધવારે સ્થાનિક સમય મુજબ સવારે 9 વાગ્યે થયો હતો.