Dearness Allowance Hike News : કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર. સરકારે દિવાળી પહેલા મોંઘવારી ભથ્થા (DA)માં 3 ટકાનો વધારો કરવાની મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયથી 1.6 કરોડ વર્તમાન અને ભૂતપૂર્વ કર્મચારીઓને ફાયદો થશે. વધેલો મોંઘવારી ભથ્થું 1 જુલાઈ, 2026થી લાગુ થશે. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓનો મોંઘવારી ભથ્થું 60 ટકા છે અને નવા વધારા બાદ તે 63 ટકા થઈ જશે. તેનાથી કર્મચારીઓના પગારમાં દર મહિને વધારો થશે.