Updated KTM 200 Duke Launched : KTM મોટરસાઇકલે ભારતમાં નવી Duke 200 સત્તાવાર રીતે લોન્ચ કરી છે. આ મોટરસાયકલની એક્સ શો રુમ કિંમત 207,140 રુપિયા છે. હવે આ મોટરસાયકલમાં 1,552 રુપિયાની કિંમતમાં ઇલેક્ટ્રોનિક્સ અપગ્રેડ પ્રાપ્ત થશે. સૌથી મોટો ફેરફાર ઇલેક્ટ્રોનિક્સ પેકેજ પર ફોક્સ છે. KTM એ 200 Duke માં સ્ટાન્ડર્ડ રીતે રાઇડ-બાય-વાયર થ્રોટલ કંટ્રોલ, એક બાય-ડાયરેક્શનલ ક્વિકશિફ્ટર, ટ્રેક્શન કંટ્રોલ અને બે રાઇડ મોડ્સ રજૂ કર્યા છે.