કાર્તિક આર્યન દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીની આગામી ફિલ્મ 'ઓપરેશન સિંદૂર'માં નજર આવવા માટે તૈયાર છે. સમાચાર છે કે આ ફિલ્મમાં કાર્તિક મુખ્ય ભૂમિકા ભજવશે. લેફ્ટનન્ટ જનરલ કે.જે.એસ. 'ટાઈની' ધિલ્લોનના પુસ્તક 'ઓપરેશન સિંદૂરઃ ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ ઈન્ડિયાઝ ડીપ સ્ટ્રાઈક્સ ઈનસાઈડ પાકિસ્તાન' પર આધારિત, આ ફિલ્મ એક ઓપરેશનને એક્સપ્લોર કરશે, જે અગ્નિહોત્રીના જણાવ્યા અનુસાર, દેશમાં સુરક્ષાને ફરીથી વ્યાખ્યાયિત કરે છે.