રાજસ્થાનના જયપુરમાં એક વેપારીને કચોરી ખાવા માટે થોભવું ભારે પડી ગયું, તેમણે 20 લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો. નાહરગઢ પોલીસ સ્ટેશન નજીક બનેલી આ ઘટનામાં લૂંટારાઓએ વેપારી પાસેથી 20 લાખ રૂપિયા રોકડ ભરેલી બેગ ઝૂંટવી લીધી અને ફરાર થઈ ગયા. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે અને પોલીસ હાલમાં ગુનેગારોને ઓળખવાનો પ્રયાસ કરી રહી છે.