વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પાર્ટી પર કટાક્ષ કર્યો છે. ચાર રાજ્યોમાં યોજાયેલી વિધાન પરિષદ (MLC) ચૂંટણીઓનો ઉલ્લેખ કરતા PM મોદીએ 'X' પર એક પોસ્ટમાં પૂછ્યું કે કોંગ્રેસ પાર્ટી કેટલી બેઠકો જીતી શકી. તેમણે એ પણ નોંધ્યું કે આ ચૂંટણીઓ બેલેટ પેપર (મતપત્રો) દ્વારા યોજવામાં આવી હતી. ચાર રાજ્યોમાં વિધાન પરિષદની કુલ 28 બેઠકો માટે મતદાન થયું હતું.