CBIC એ GST રજિસ્ટ્રેશન પ્રક્રિયા સરળ બનાવવા માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ હેઠળ કેટલાક પાત્ર વેપારીઓ અને ફ્રીલાન્સરોને ત્રણ વર્કિંગ ડેઝમાં GST નંબર મળી શકે છે. GST Registration: જો તમે તમારો બિઝનેસ શરૂ કરવા જઈ રહ્યા છો અથવા ફ્રીલાન્સિંગ કરો છો અને આ માટે GST રજિસ્ટ્રેશન કરાવવાની તૈયારી કરી રહ્યા છો, તો આ માહિતી તમારા કામની છે.