Bay of Bengal Cyclones: ગરમ પાણી, નદીઓના મીઠા પાણીની ઉપરની સપાટી અને અનુકૂળ હવામાન પરિસ્થિતિઓના કારણે બંગાળની ખાડીમાં ચક્રવાત ઝડપથી વિકસે છે, જેનાથી ઓક્ટોબર-નવેમ્બરમાં સાયક્લોન અર્નબ જેવા તોફાનોનો ખતરો વધી જાય છે. બંગાળની ખાડીમાં બનેલા લો-પ્રેશર વિસ્તાર હવે ઝડપથી સંગઠિત થઈને ચક્રવાતી તોફાન અર્નબનું સ્વરૂપ લઈ લીધું છે. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ આ તોફાન તેજ ગતિથી દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે.