Patan News: પાટણમાં બે અલગ-અલગ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા અને સાત લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી જાણકારી અનુસાર, પાટણ જિલ્લામાં અકસ્માતની બે અલગ-અલગ ઘટનાઓમાં ત્રણ લોકોનાં કરુણ મોત નિપજ્યાં છે, જ્યારે સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે. સમી-શંખેશ્વર હાઈવે પર શ્વાન વચ્ચે આવી જતાં મિની ટ્રક પલટી મારી ગઈ હતી, જેમાં બે મહિલાનાં મોત થયાં હતાં. જ્યારે ચાણસ્મા-મહેસાણા હાઈવે પર પિંપળ નજીક ટ્રકનું ટાયર ફાટતાં અકસ્માત સર્જાયો હતો.