ન્યુઝીલેન્ડ સામેની શાનદાર સદી બાદ અભિષેક શર્મા ફરી T20 નો બેતાજ બાદશાહ, જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકાના માર્કો જાનસેનનો ડબલ ધમાકો. ICC T20 rankings: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા તાજેતરમાં નવીનતમ રેન્કિંગ જાહેર કરવામાં આવી છે, જેમાં ક્રિકેટ જગતમાં મોટો ખળભળાટ મચી ગયો છે. ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં એકસાથે નંબર 1 ના સ્થાનોમાં ધરખમ ફેરફારો જોવા મળ્યા છે. આ નવી રેન્કિંગમાં ત્રણ અલગ અલગ ખેલાડીઓએ પોતપોતાના ક્ષેત્રમાં નંબર 1 નો તાજ પહેર્યો છે.