DA Hike: દિવાળીના થોડા દિવસો પહેલા જ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. આજે મળેલી કેબિનેટ બેઠકમાં મોદી સરકારે મોંઘવારી ભથ્થા (DA)માં વધારો કરવાની જાહેરાત કરી છે. સરકારે આ માટે 10016 કરોડની મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારે દેશભરના લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને દિવાળીની ભેટ આપી છે.