Ambalal Patel rain forecast: ગુજરાતના ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એક ખૂબ જ ચોંકાવનારી આગાહી કરી છે. દિવાળીના તહેવારો પૂરા થતાં જ નવા વર્ષમાં રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવવાની સંભાવના છે. શિયાળાની શરૂઆતમાં જ કમોસમી વરસાદ એટલે કે માવઠું પડવાની પૂરી શક્યતાઓ ઊભી થઈ છે. આ વરસાદ પાછળનું મુખ્ય કારણ 'અર્નબ' નામનું વાવાઝોડું છે.