16 જૂને કર્ણાટક હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે "હિંદુ મૅરેજ એક્ટ અંતર્ગત લગ્ન કરનાર યુગલ વચ્ચે સેક્સ ન થવું, એ છૂટાછેડાનો આધાર તો હોઈ શકે છે, પણ ભારતીય દંડ સંહિતા (IPC) અંતર્ગત તેને ક્રૂરતા ન માની શકાય.". ભારતીય કાયદો હોય કે કોર્ટના નિર્ણયો, બન્ને અંતર્ગત કોઈ લગ્નસંબંધ જળવાઈ રહેવામાં પતિપત્ની વચ્ચે સેક્સ મહત્ત્વનું મનાય છે.