ભાવનગરના ઇતિહાસમાં પહેલી વખત ભવ્ય એર શોનું આયોજન થવા જઈ રહ્યું છે. જાણો વિસ્તારથી... ભાવનગર: ભાવનગર શહેરમાં ઇતિહાસમાં પ્રથમ વખત એર શોનું આયોજન થવા જઈ રહ્યું છે, જેને લઇને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા દ્વારા કાર્યક્રમની માહિતી પૂરી પાડવામાં આવી હતી. ભાવનગર શહેરમાં રવિવારના રોજ પહેલી નવેમ્બરના સવારના સમયે એર શોનુ આયોજન કરવામાં આવ્યું છે. ભાવનગરવાસીઓને ઇતિહાસમાં પેલી વખત ઘર બેઠા એર શો નિહાળવા મળવાનો છે.