સુરત મનપાની સામાન્ય સભામાં અધૂરા પ્રોજેક્ટો અને ધીમી કામગીરી મુદ્દે દક્ષેશ માવાણીની ટકોર. 3 Min Read સુરત: મહાનગરપાલિકાની સામાન્ય સભામાં સામાન્ય રીતે શહેરના વિકાસ કામો, ધીમી ગતિએ ચાલતા પ્રોજેક્ટો અને અટકી પડેલા કામોને લઈને વિપક્ષ દ્વારા સવાલો ઉઠાવવામાં આવતા હોય છે. જોકે, આ વખતે સામાન્ય સભામાં દૃશ્ય કંઈક અલગ જોવા મળ્યું હતું. વિપક્ષની ભૂમિકા ખુદ શાસક પક્ષ ભાજપના કોર્પોરેટર અને પૂર્વ મેયર દક્ષેશ માવાણીએ ભજવી હતી.