જીવનશૈલી | શિયાળાની ઋતુમાં શરીરને એનર્જી અને ગરમાવો આપવા માટે ગુંદરની વાનગીઓ શ્રેષ્ઠ ગણાય છે. ગુંદરનો હલવો એ માત્ર એક સ્વાદિષ્ટ મીઠાઈ જ નથી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ગુણકારી વાનગી છે. ગુંદર હાડકાં મજબૂત કરવામાં અને સાંધાના દુખાવામાં રાહત આપવામાં મદદ કરે છે. સોજી, દેશી ઘી અને શેકેલા નારિયેળ તથા સુકા મેવા સાથે તૈયાર થતો આ હલવો શિયાળામાં રોજ સવારે ખાવાથી દિવસભર સ્ફૂર્તિ જળવાઈ રહે છે.