Honda CB350C Black Edition : હોન્ડાએ પોતાની 350cc રેટ્રો-ક્લાસિક મોટરસાઇકલ CB350C નું નવું બ્લેક એડિશન રજૂ કર્યું છે. આ નવી એડિશનમાં બાઇકને બ્લેક થીમ સાથે અલગ લુક આપવામાં આવ્યો છે, જેના કારણે તેની ક્લાસિક ડિઝાઇન વધારે આકર્ષક લાગે છે. આ તે ગ્રાહકોને આકર્ષિત કરી શકે છે જેઓ ક્રોમ કરતાં ડાર્ક ફિનિશ વાળી બાઇક પસંદ કરે છે. હોન્ડા CB350C બ્લેક એડિશન ડિઝાઇન બ્લેક એડિશનની સૌથી મોટી ખાસિયત તેનો ડાર્ક લુક છે.