Skincare Tips : બદલાતા હવામાનની અસર હાથ અને પગની ત્વચા ઉપર પણ દેખાય છે. હાથની ત્વચા માટે આપણે દરરોજ મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ ઘણી વખત પગની અવગણના કરીએ છીએ. આ જ કારણ છે કે ત્વચા પર સફેદ પોપડી અને શુષ્કતા દેખાય છે. આવી સ્થિતિમાં મોઇશ્ચરાઇઝર લગાવ્યાના થોડા સમય પછી ત્વચા શુષ્ક દેખાવા લાગે છે અને ફરીથી ખેંચાય છે. શિયાળો શરૂ થવાનો છે અને આવી સ્થિતિમાં હવામાં ભેજનું સ્તર ઘટવા લાગે છે.