હૈદરાબાદમાં મ્યાનમારની એક 18 વર્ષીય મહિલાએ પોતાના પતિ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. આ દંપતી ભાડાના મકાનમાં રહે છે જ્યાં પતિએ કથિત રીતે પોતાની પત્નીને એક રૂમમાં બંધક બનાવી રાખી હતી. આ ઉપરાંત મહિલાએ તેના પતિના ત્રણ મિત્રો પર વારંવાર બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે પોલીસના જણાવ્યા અનુસાર પતિના ત્રણ મિત્રો પર આરોપ છે કે તેમણે છેલ્લા ત્રણ મહિના દરમિયાન આ યુવતી પર અનેકવાર બળાત્કાર ગુજાર્યો છે.