મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ઘાયલ અવસ્થામાં મળી આવેલું 19 મહિનાનું નર ચિત્તાનું બચ્ચું મૃત્યુ પામ્યું છે. આ બચ્ચું 'નિર્વા' નામની માદા ચિત્તાનું સંતાન હતું. તેનું મૃત્યુ પેલેટ (બંદૂકની ગોળીઓ/છરા) વાગવાને કારણે થયું છે. તે મધ્ય પ્રદેશના મોરેના જિલ્લાના જંગલોમાં ઘાયલ હાલતમાં મળી આવ્યું હતું. દેશમાં ચિત્તા પુનઃસ્થાપન પ્રોજેક્ટ શરૂ થયા પછીની આ પ્રકારની આ પ્રથમ ઘટના છે.