સ્થાનિક વાયદા બજારમાં સોનાના ભાવમાં 814 રૂપિયાનો ઘટાડો થયો છે, જ્યારે ચાંદીના ભાવમાં 3,700 રૂપિયાથી વધુનો મોટો ઘટાડો નોંધાયો છે. ખરીદી કરતાં પહેલાં રોકાણકારો અને ગ્રાહકો માટે આજના નવા દરો ચકાસી લેવા ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા ચાર દિવસથી ભારે ઊથલપાથલ જોવા મળી રહી છે. સોના અને ચાંદીના ભાવ વધીને રેકૉર્ડ લેવલ પર પહોંચી ગયા પછી શુક્રવારે તેમાં મોટો કડાકો આવ્યો છે.