અભિષેક શર્માએ ન્યુઝીલેન્ડ સામેની T20 શ્રેણીની ત્રીજી મેચમાં શાનદાર સદી ફટકારી હતી. આ તેની T20 કારકિર્દીની ચોથી સદી છે. Abhishek sharma century: અભિષેક શર્માએ ન્યુઝીલેન્ડ સામેની T20 શ્રેણીની ત્રીજી મેચમાં શાનદાર સદી ફટકારી હતી. તેણે 35 બોલમાં સદી પૂરી કરી હતી. ભારતીય ટીમ આ મેચમાં 199 રનના લક્ષ્યનો પીછો કરી રહી હતી. અભિષેક શરૂઆતથી જ સારા ફોર્મમાં દેખાતો હતો. તેણે પહેલા બોલ પર છગ્ગો ફટકારીને પોતાના ઇરાદા સ્પષ્ટ કર્યા.